વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે, પરંતુ પુષ્કળ પ્રમાણમાં રહેલી તકોનો ઉપયોગ કરવો અને અગ્રણી ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવું એ ભારત માટે સૌથી મોટો પડકાર રહેશે તેવું S&P ગ્લોબલ રેટિંગ્સે જણાવ્યું હતું. યુએસ સ્થિત રેટિંગ એજન્સી અનુસાર ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે.
વર્ષ 2026 સુધીમાં દેશનો આર્થિક વૃદ્ધિદર 7%એ પહોંચશે. ચાલુ નાણાવર્ષમાં 6.4%ના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. માર્ચ 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર 7.2%ના દરે વૃદ્ધિ પામ્યું હતું. દેશનો જીડીપી ગ્રોથ જૂન અને સપ્ટે.ક્વાર્ટર દરમિયાન અનુક્રમે 7.8% અને 7.6% નોંધાયો હતો.
વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે અને આગામી ત્રણ વર્ષમાં તે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે. સૌથી મહત્વનો પડકાર એ રહેશે કે શું ભારત આગામી કેટલાક વર્ષ દરમિયાન ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનશે કે નહીં. ભારતને સર્વિસ આધારિત ઇકોનોમીમાંથી મેન્યુ. આધારિત બનાવવા માટે મજબૂત લોજિસ્ટિક ફ્રેમવર્ક મહત્વપૂર્ણ ભાગ ભજવશે. નાણા વર્ષ 22-23ના અંત સુધીમાં 3.73 લાખ કરોડના કદ સાથે ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે.