Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા પર ભારતીયોને મોટી રાહત આપતાં કહ્યું કે વિઝા બંધ નહીં થાય. અમેરિકાને ટેલેન્ટની જરૂર છે. અમારે માત્ર એન્જિનિયર નથી જોઈતા. અન્ય જોબ્સ માટે પણ બેસ્ટ પ્રોફેશનલ્સ જોઈએ છે. જે અમેરિકાને ટ્રેનિંગ પણ આપશે. એચ-1બી પર છેડાયેલા વિવાદ પર પૂછાયેલા સવાલમાં કહ્યું કે હું પક્ષ-વિપક્ષની દલીલો સાથે સંમત છું, પરંતુ હાલમાં અમેરિકાને જે ટેલેન્ટની જરૂર છે તે ફક્ત આ વિઝા પ્રોગ્રામ દ્વારા જ મેળવી શકાય છે.


અમેરિકામાં આ હાઈસ્કિલ વિઝા પ્રાપ્ત કરનારાઓમાં ભારતીયો મોખરે છે. 2024માં જારી કુલ 2 લાખ 80 હજાર એચ-1બી વિઝામાંથી લગભગ ભારતીયોને 2 લાખ વિઝા મળ્યા હતા. ગત દિવસોમાં ટ્રમ્પના એઆઈ સલાહકાર શ્રીરામકૃષ્ણનને આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિવેક રામાસ્વામીએ પણ ભારતીયોને વધુમાં વધુ એચ-1બી વિઝા મળે તેવી સલાહ આપી હતી. કટ્ટરપંથી જૂથ માગા (મેક અમેરિકા ગ્રેટ અગેઇન)એ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ ટેસ્લાના સીઈઓ મસ્કે ભારતીયો માટે એચ-1બી વિઝાને ટેકો આપ્યો હતો.

વોશિંગ્ટનમાં આવતા મહિને મોદી-ટ્રમ્પની મુલાકાત સંભવ, તૈયારી તેજ આવતા મહિને વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ તેને લઈ ભારત અને અમેરિકાના રાજદ્વારીઓએ દ્વિપક્ષી મુલાકાતની તૈયારી તેજ કરી દીધી છે. બેઠકના તબક્કા શરૂ થઈ ગયા છે.

એજન્ડામાં વિઝા અને રોકાણ મુખ્ય: ભારત તરફથી એચ-1બી સહિત વર્ક વિઝાનો મુદ્દો એજન્ડામાં પ્રમુખ રહેશે. જ્યારે અમેરિકા તરફથી ચીન પર વધતા દબાણ બાદ ભારતમાં રોકાણની શક્યતાઓ જોવામાં આવી રહી છે.