દેશમાં તમામ પ્રકારના ઉત્પાદન ક્ષેત્રે શૉપ ફ્લોર વર્કમાં મહિલા કર્મચારીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વીસ વર્ષ પહેલા ઓટોમોટિવ, એન્જિનિયરિંગ, લાઈફ સાયન્સ ક્ષેત્રે તેમની સંખ્યા નહીવત હતી. આજે તે વધીને 8% થઈ ગઈ છે. એટલે કે દસ 12 કર્મચારીમાં એક મહિલા. તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, નિપ્પોન જેવી મોટી કંપનીઓ આગામી પાંચ વર્ષમાં મહિલા કર્મીઓની સંખ્યા 30થી 50% સુધી લઈ જવાની યોજના ઘડી રહી છે.
ડેલોઈટે શૉપ ફ્લોરમાં વધતી મહિલાઓનો સંખ્યા અંગે 104 સંસ્થાઓ અને 300 ઉત્પાદન યુનિટનો અભ્યાસ કર્યો હતો. તેમાં માલુમ પડ્યું કે દક્ષિણના રાજ્યોના મોટા ભાગના ઉત્પાદન યુનિટમાં શૉપ ફ્લોર મહિલાઓ સંભાળી રહી છે. પછી તે એપલ ઈન્ડસ્ટ્રીનું યુનિટ હોય કે તેના વેન્ડર ફોક્સકોન, પેગાટ્રોન, વિસ્ટ્રોનના યુનિટ હોય, તેમાં મહિલા ભાગીદારી વધુ છે. આઈટીસીની તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની ગુડ્સ મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ યુનિટમાં પણ 50થી 75% મહિલા કર્મચારી છે.