Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અષાઢી બીજે રાજકોટમાં 16મી રથાયાત્રા નીકળશે. ભારતીય સંસ્કૃતિ, પરંપરાની જાણકારી યુવા, બાળક સૌ કોઇને મળે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ વખતે પહેલીવાર રથયાત્રા દરમિયાન શિવતાંડવ ઉજ્જૈનના કલાકારો રજૂ કરશે જ્યારે કૃષ્ણલીલા, નૃત્ય વગેરે સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યના કાલકારો રજૂ કરશે. રવિવારે કળશયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં દેશભરના ધાર્મિક સ્થાનો જેમકે, અયોધ્યા, વૃંદાવન, કાશી, પ્રયાગરાજ, મથુરા સહિત ધાર્મિક સ્થળેથી જળ એકત્રિત કરાશે. હાલ રથયાત્રાને કલરકામ, રિપેરિંગ વગેરે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 20થી વધુ ભક્તો, યુવાનો પોતાની સેવા આપી રહ્યા છે.


આ અંગે વધુ માહિતી આપતા કૈલાસધામ આશ્રમના મહંત રામકિશોરદાસજીએ જણાવ્યું હતું કે, આ વખતે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામના વસ્ત્રો વૃંદાવનના કારીગરો તૈયાર કરશે. આ માટેની કામગીરી શરૂ થઈ ગઇ છે. તેમજ સોના-ચાંદીના આભૂષણો, જેવા કે સોનાની નથણી, વીંટી, બૂટી, કંગન, બાજુબંધ, હાર વગેરે ખાસ ઓર્ડર દઇને તૈયાર કરવામાં આવ્યા છે. મામેરા વિધિ માટે ભક્તોમાં અનોખો ઉત્સાહ હોય છે. આ માટે વેઈટિંગ પણ જોવા મળે છે. આ વખતે મામેરા વિધિનો લહાવો ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઇશ્વરચંદ્ર અને તેના પરિવારજનો લેશે. ઘોડા, કાર, બાઈક, ફ્લોટ્સ વગેરે રથયાત્રામાં જોડાશે.