Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી આતંકીઓની મદદ કરનારાઓ વિરુદ્ધ સૈન્ય દ્વારા ચલાવાતા ઓપરેશનની અસર દેખાઈ રહી છે. જેને ઓવર ગ્રાઉન્ડ વર્કર (ઓજીડબ્લ્યુ) કહેવાય છે. જ્યાં પહેલાં લોકો આતંકીઓને આશ્રય અને સૈન્યના કાફલાની સૂચના આપતા હતા પરંતુ હવે સુરક્ષાદળોને માહિતી આપવા લાગ્યા છે.


સુરક્ષાદળના અધિકારીઓ પ્રમાણે એક મહિનામાં આવા 20 ઓજીડબ્લ્યુ દબોચવામાં આવ્યા છે. 15થી વધુ લોકોની સંપત્તિ જપ્ત કરાઈ છે. ગુરુવારે અથડામણ તેમની સૂચના પછી શરૂ થઈ હતી. એક ઓજીડબ્લ્યુએ સૈન્યદળોને જણાવ્યું કે કુલગામના બેહીબાગમાં હિઝબુલ મુજાહિદ્દીના સૌથી જૂના કમાન્ડરોમાંથી એક ફારુક નાલી આવ્યો છે જે એ++ કેટેગરીનો આતંકી હતો જેના પર 10 લાખનું ઈનામ હતું.

આતંકીઓને આશ્રય નહીં... 60% આતંકી વિદેશી જમ્મુ-કાશ્મીરમાં 95 ટકા આતંકવાદીઓ સક્રિય છે. જેમાં 60 ટકા વિદેશી છે. જમ્મુના રાજૌરી, પૂંછ, ડોડા અને કિશ્તવાડમાં લગભગ 60 અને ઘાટીમાં 35 આતંકી છે. સૈન્ય અધિકારીએ જણાવ્યું કે એક વાર તમામ ઓજીડબલ્યુ પકડાઈ જાય તો આતંકી એક અઠવાડિયા સુધી પણ ટકી નહીં શકે. આતંકીઓ વિરુદ્ધ 95 ટકા ઓપરેશન જંગલોમાં થઈ રહ્યાં છે કારણ કે સ્થાનિક લોકો આશ્રય આપતા નથી. ગાંદરબલમાં સાત આતંકીઓની હત્યામાં સામેલ ટોચના આતંકી જુનૈદ અહમદ ભટને પણ દાચીગામના જંગલમાં ઠાર મારવામાં આવ્યો હતો.