Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોરોના પછી હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે તેમાં પણ ખાસ કરી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વધુ એક યુવાનને આવેલા હાર્ટ એટેકથી પરપ્રાંતીય પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટના ગોંડલ ચોકડી પાસે રમકડાના કારખાનામાં કામ કરતો 19 વર્ષીય યુવક 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ કામ કરતા કરતા ઢળી પડ્યો હતો અને માત્ર 27 સેકન્ડમાં તે મોતને ભેટ્યો હતો. કારખાનામાં કામ કરતા સમયે એકાએક ઢળી પડતા તેને સારવારમાં ખસેડાયો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


હાલ પોલીસે મોતનું સાચું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.

યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અતુલકુમાર કેશવકુમાર કોલ (ઉં.વ.19)ને બેભાન હાલતમાં 24 એપ્રિલની રાત્રે 11 વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર રહેલા ડો.અશ્વિન રામાણીએ અતુલકુમારને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી આજીડેમ પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.