Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કાશ્મીરમાં ઘાતક આતંકવાદી હુમલાને લઈને વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ગુરૂવારે ભારતીય એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરી છે. ત્યારે અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિક વધ્યો છે. અમદાવાદ એર ટ્રાફિક કંન્ટ્રોલ (એટીસી) માંથી પસાર થતી ફલાઇટોની સંખ્યા 20 ટકા વધી ગઇ છે, જેના કારણે અમદાવાદ એટીસીમાં 24 કલાક ત્રણ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી ગયુ છે.

એટીસીના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, અમદાવાદ એટીસી પ્રતિદીન 24 કલાકમાં 1200 ફલાઇટો હેન્ડલ કરે છે જે લેન્ડ થતી નથી, ફક્ત આકાશમાંથી પસાર થાય છે જો કે પાકિસ્તાને એર સ્પેસ બંધ કરી દેતા મુસાફરોની સુરક્ષાના કારણોસર ઘણી ફલાઇટોએ તેમના રૂટ બદલ્યા છે, જેના કારણે અમદાવાદ એટીસી 1200ના બદલે હાલમાં 1500 ફલાઇટો હેન્ડલ કરે છે. અમદાવાદ એટીસીમાંથી પસાર થતી ફલાઇટો ભલે લેન્ડ ન થાય પણ જવાબદારી પુર્વક કર્મચારીએ ફરજિયાત કોમ્યુનિકે્શન કરવું પડે છે. એટલે હાલમાં પ્રતિદીન 300 ફલાઇટો વધી જતા કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે.

એટીસીના અધિકારીએ વઘુમાં જણાવ્યુ કે ‘અમદાવાદ એટીસી પ્રતિદીન 320 ફલાઇટો હેન્ડલ કરે છે જે ફલાઇટો એરપોર્ટ પર ટેકઓફ-લેન્ડ થાય છે. આ ક્ષમતા પણ વધી છે કેમ કે થોડા સમય પહેલા 250 ફલાઇટો હેન્ડલ કરવામાં આવતી હતી,