Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના રૈયા રોડ પરના નેહરુનગરમાં રવિવારે રાત્રિના ભોમેશ્વરના અહેમદ અને તેના મળતિયાઓએ ધોકા-પાઇપથી ધમાલ મચાવી હતી. મકાન પર કબજો જમાવવા માટે એક મહિનાથી ચાલતી તકરારમાં માથાભારે શખ્સોએ આતંક મચાવી મહિલાના કપડાં ફાડી નાખ્યા હતા અને વચ્ચે પડનાર લોકો પર હુમલો કરી હોટેલમાં તોડફોડ કરી હતી. ઘટના બાદ પહોંચેલી પોલીસનો લોકોએ હુરિયો બોલાવ્યો હતો.

નેહરુનગરના આઝાદ ચોકમાં રાત્રિના દશેક વાગ્યે ભોમેશ્વરનો અહેમદ સાંઘ અને તેની સાથે વિસેક ઇસમો ધસી ગયા હતા અને રોજીના સૈયદ નામની મહિલાના કપડાં ફાડી નાખ્યા હતા. રોજીનાએ આક્ષેપ કર્યો હતો કે, આઝાદ ચોકમાં આવેલું 50 વર્ષ જૂનું મકાન પચાવી પાડવા માટે એક મહિનાથી અહેમદ ધમકી આપી રહ્યો હતો.

રવિવારે રાત્રે અહેમદ, સદામ અજિત ટકો સહિતના ઇસમો ધોકા-પાઇપ સાથે ધસી આવ્યા હતા અને વિસ્તારમાં બોટલોનો ઘા કરી ધમાલ મચાવી હતી. મહિલાઓને બચાવવા વચ્ચે પડેલા બે યુવકને ધોકા પાઇપના ઘા ઝીંકી તેમના માથા ફોડી નખાયા હતા, તેમજ બાજુમાં આવેલી ફૌજી હોટેલના સંચાલકો વચ્ચે પડતાં માથાભારે ઇસમો ઉશ્કેરાયા હતા અને હોટેલમાં તોડફોડ કરી હતી.