Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

IPLની 46મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવી દીધું. આની સાથે RCBની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર પણ પહોંચી ગઈ. અરુણ જેટલી સ્ટેડિયમમાં RCBએ બોલિંગ પસંદ કરી. દિલ્હીએ 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. બેંગલુરુએ 19મી ઓવરમાં 4 વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેઝ કરી લીધો.


163 રનના ચેઝમાં RCBએ 26 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ ચોથી વિકેટ માટે 119 રનની પાર્ટનરશિપ કરી અને ટીમને જીત અપાવી. કૃણાલે 73* અને કોહલીએ 51 રન બનાવ્યા. ભુવનેશ્વર કુમારે 3 અને જોશ હેઝલવુડે 2 વિકેટ લીધી.

છેલ્લી 2 ઓવરમાં RCBને 17 રન જોઈતા હતા. અહીં મુકેશ કુમાર બોલિંગ કરવા આવ્યો. તેની સામે ટિમ ડેવિડે 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકારીને RCBને જિતાડી દીધું.