પબ્લિક અને કોર્પોરેટ અમેરિકા દ્વારા ટેરિફ મામલે વિરોધ વધતાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઈના સાથે વાટાઘાટના અને 145%થી ઓછી ટેરિફ શક્ય હોવાના નિવેદન સામે હવે ચાઈનાએ અક્કડ વલણ અપનાવી વાટાઘાટ નહીં, અમેરિકા સંપૂર્ણ ટેરિફ પાછી ખેંચે એવા આપેલા સંદેશે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલીની નોંધાતા ભારતીય શેરબજાર ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.44% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.56% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી અને આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4084 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3246 અને વધનારની સંખ્યા 719 રહી હતી, 119 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 12 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટીસીએસ લિ. 1.36%, ટેક મહિન્દ્ર 1.06%, ઇન્ફોસિસ લિ. 0.60%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.46%, ઇન્ડસઇન્ડ બેન્ક 0.32%, હિન્દુસ્તાન યુનિલીવર 0.27% અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.16% વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ 3.61%, એકસિસ બેન્ક 3.48%, ઝોમેટો લિ. 3.41%, બજાજ ફિનસર્વ 2.85%, પાવર ગ્રીડ કોર્પોરેશન 2.56%, બજાજ ફાઈનાન્સ 2.01%, ટાટા મોટર્સ 2.00%, ટાટા સ્ટીલ 1.98% અને એનટીપીસી લિ. 1.86% ઘટ્યા હતા.