Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનનું શિડ્યૂલ બહાર પડી ગયું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 31 માર્ચે પહેલી મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ફાઈનલ 28 મેએ રમાશે.


18 ડબલ હેડર રમાશે
ટુર્નામેન્ટમાં કુલ 18 ડબલ હેડર રમાશે, એટલે કે 18 વખત એક દિવસમાં 2 મેચ રમાશે. આ દરમિયાન પહેલી મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. 31 માર્ચે GT અને CSK વચ્ચે પહેલી મેચ પછી પહેલી અને બીજી એપ્રિલે એમ બે ડબલ હેડર રમાશે.

એક એપ્રિલે પંજાબ અને કોલકત્તાની વચ્ચે પહેલી મેચ અને સાંજે લખનઉ-દિલ્હી વચ્ચે બીજી મેચ રમાશે, તો બીજી એપ્રિલે સનરાઇઝર્સ-રાજસ્થાન વચ્ચે પહેલી મેચ, તો બેંગલુરુ-મુંબઈ વચ્ચે બીજી મેચ રમાશે. 8 એપ્રિલે IPLની El-classico અને બે સૌથી સફળ ટીમ એવી, મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાશે.

58 દિવસમાં 74 મેચ રમાશે
58 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 10 ટીમની વચ્ચે કુલ 74 મેચ રમાશે. એક ટીમ 14 મેચ રમશે, 7 પોતાનાં ઘરમાં અને 7 મેચ વિપક્ષી ટીમનાં ઘરમાં રમશે. 10 ટીમની વચ્ચે લીગ સ્ટેજની 70 મેચ રમાશે. લીગ સ્ટેજ પછી પોઇન્ટ્સ ટેબલની ટૉપ-4 ટીમ પ્લેઑફ માટે ક્વોલિફાય કરશે.

12 શહેરોમાં જ રમાશે બધી મેચ
ટુર્નામેન્ટની 74 મેચ 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. IPL ટીમનાં 10 શહેરો ઉપરાંત ગુવાહાટી અને ધર્મશાલામાં પણ મેચ રમાશે. IPL ટીમનાં 10 શહેરોમાં મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, બેંગલુરુ, લખનઉ, હૈદરાબાદ, દિલ્હી, મોહાલી અને કોલકત્તા છે.

3 વર્ષ પછી હોમ-અવે ફોર્મેટમાં રમાશે મેચ
કોરોનાના કારણે 2020માં IPLની સિઝન UAEમાં રમાઈ હતી. તો 2021ની IPLની સિઝન અડધી ભારતમાં અને અડધી UAEમાં રમાઈ હતી. ગત સિઝનમાં પણ 70 લીગ મેચ મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે શહેરમાં આવેલાં 4 સ્ટેડિયમમાં રમાઈ હતી. તો કોલકત્તા અને અમદાવાદમાં પ્લેઑફ મેચ રમાઈ હતી.

આ વખતે 3 વર્ષ પછી હોમ-અવે ફોર્મેટમાં બધી જ મેચ રમાશે. એટલે કે ટુર્નામેન્ટની બધી જ ટીમ 14માંથી 7 મેચ પોતાનાં ઘરમાં અને 7 મેચ વિપક્ષી ટીમનાં ઘરમાં રમશે. પ્લેઑફ ન્યૂટ્રલ વેન્યૂમાં રમાડાશે.