Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાનાં અનેક રાજ્યોની સ્કૂલોમાં ફોર ડે વીકનો ફોર્મ્યુલા ખૂબ જ લોકપ્રિય થઇ રહી છે. આ ફોર્મ્યુલાથી શિક્ષકો અને બાળકો બંને ખુશ છે. અમેરિકાની 1600 સ્કૂલમાં કરાયેલા એક સરવે અનુસાર સ્કૂલોમાં ફોર ડે વીકને કારણે લાંબા સમયના અંતર બાદ જ્યારે બાળકો સ્કૂલ પર પહોંચે છે ત્યારે તેઓ વધુ ઉત્સુકતા સાથે અભ્યાસમાં ધ્યાન આપી શકે છે.


તદુપરાંત શિક્ષકોને પણ અભ્યાસ માટેનો પ્લાન તૈયાર કરવા તેમજ ભણાવવા માટેની રીત અંગે આયોજન કરવા માટે વધુ સમય મળી રહે છે. કેટલીક સ્કૂલો અનુસાર આ ફોર્મ્યુલાથી સ્કૂલના રિઝલ્ટમાં 25 ટકાનો સુધારો જોવા મળ્યો છે.

AUL ડેનવર સ્કૂલના વિજ્ઞાન શિક્ષક કાર્લી ટાગાના મતે જે બાળકો ભણતરની સાથે પરિવારને આર્થિક મદદ કરવામાં યોગદાન આપે છે તેમના માટે આ ફોર્મ્યુલા ખૂબ જ ફાયદાકારક છે. વધુ દિવસો મળવાથી તેઓ વધુ બચત કરી શકે છે. જોકે કેટલીક સ્કૂલોએ આ સિસ્ટમનો વિરોધ કર્યો છે. દરેક વિસ્તારની સ્કૂલ ત્યાંના સમય અને પરિસ્થિતિઓને આધારે સંચાલિત થાય છે.

જ્યારે, બ્રિટનમાં ફોર ડે વીક સિસ્ટમ પર કંપનીમાં પાઈલટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. 6 મહિનામાં 70થી વધુ બેન્ક, માર્કેટિંગ, હેલ્થકેર સહિત અન્ય સેક્ટરમાં અંદાજે 3300થી વધુ કર્મચારીઓ પર કરાયેલા સરવેમાં સામે આવ્યું છે કે તેનાથી પ્રોડક્ટિવિટીને કોઇ અસર થતી નથી. મહત્તમ કંપનીઓએ આ સિસ્ટમથી વધુ કામ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.