ધનતેરસના બે દિવસ પહેલા બુધવારે અમદાવાદમાં સોનાની સરેરાશ કિંમત 62500 રૂપિયા હતી. ગયા વર્ષે ધનતેરસ પર સોનું 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ રહ્યું હતું. આ મુજબ ધનતેરસ પર સોનું ખરીદનારાઓએ એક વર્ષમાં 18% કમાણી કરી. ધનતેરસના શુભ અવસર પર સોનામાં પૈસાનું રોકાણ કરનારાઓએ 5 વર્ષમાં 91% કમાણી કરી છે. જો તમે સોનામાં રોકાણ કરવા માટે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) નો વિકલ્પ અપનાવો છો તો તે વધુ સારું સાબીત થઈ શકે છે. તેમનું એક વર્ષનું વળતર 20.6-22.46% રહ્યું છે.
આ વર્ષે ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણ વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી ઓર્ગેનાઈઝેશન એએમએફઆઈના જણાવ્યા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં રૂ.1660 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેનાથી વિપરીત, જુલાઈ-સપ્ટેમ્બર 2022માં ગોલ્ડ ETFમાંથી રૂ. 165 કરોડનો ઉપાડ થયો હતો.