બોલિવૂડની એક્શન થ્રિલર ફિલ્મ ‘ટાઇગર-3’ ઓસ્ટ્રેલિયામાં 160થી વધુ સ્ક્રીન પર એકસાથે રવિવારે રિલીઝ થઈ. આ ઓસ્ટ્રેલિયાની બધી જ સ્ક્રીનનો આશરે 12મો ભાગ છે. સાથે જ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં કોઈ ભારતીય ફિલ્મનું સૌથી મોટું ઓપનિંગ પણ છે. જોકે ગયા વર્ષે આરઆરઆર 174 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. 2023માં ઓસ્ટ્રેલિયન સિનેમામાં રિલીઝ લગભગ 600 ટાઇટલોમાંથી આશરે એક તૃતીયાંશ ભારતનાં છે.
ઓસ્ટ્રેલિયાનાં સિનેમાઘરોમાં ભલે હોલિવૂડની ફિલ્મોની બિગ સ્ક્રીનિંગ સાથે સરખામણીએ બોલિવૂડ સ્ક્રીનિંગ હજુ પણ ઘણું ઓછું છે. જેમ કે ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી વોલ્યુમ’ 3 મેના રોજ 873 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી કે પછી જુલાઈમાં વર્ષની સૌથી સફળ ફિલ્મ ‘બાર્બી’ને 765 સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું. પરંતુ અહીં ‘ડ્રેક્યુલા: વોયેજ ઓફ ધ ડેમેટર’ (193 સ્ક્રીન) અને સ્ટીવન સ્પીલબર્ગની ‘ધ ફેબલમેન્સ’ (192)] ,‘ધ વ્હેલ’ (154) અથવા ‘ઈગો: ધ માઈકલ ગુડિન્સકી સ્ટોરી’ (181) જેવી માધ્યમ કમાણી વાળી હોલિવૂડ ફિલ્મોની સરખામણીએ બોલિવૂડ ફિલ્મો તરફ આગળ વધી રહી છે. આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી 100 ફિલ્મોમાંથી 13 ફિલ્મો ભારતીય છે. પહેલા નંબરે ‘પઠાણ’એ 39.31 કરોડ અને બીજા નંબર પર ‘જવાન’એ 38.98 કરોડોની કમાણી કરી. ફિલ્મોનાં રેન્કિંગમાં આ બંને 35મા અને 36મા નંબરે છે. બોલિવૂડ ફિલ્મોનો વ્યાપ વધવો શુભ સંકેત છે.