Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત એશિયા કપ 2023ની ફાઈનલમાં પ્રવેશ કરી ચુક્યું છે. ટીમે તેની બીજી સુપર-4 મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું.


કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

14મીએ શ્રીલંકા-પાકિસ્તાન મેચ નોકઆઉટ જેવી હશે
સુપર-4 તબક્કામાં ભારતના 4 પોઈન્ટ છે. હવે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાનારી મેચ નોકઆઉટ જેવી હશે. કારણ કે બંને ટીમના 2-2 પોઈન્ટ છે, જે પણ ટીમ જીતશે તે 4 પોઈન્ટ સાથે ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બનશે. બાંગ્લાદેશ ભારત સામે છેલ્લી મેચ જીતે તો પણ માત્ર 2 પોઈન્ટ જ મેળવી શકશે, આથી તે બહાર થઈ રહેશે.

પાવરપ્લેમાં શ્રીલંકાએ 3 વિકેટ ગુમાવી દીધી
214 રનના લક્ષ્યને ચેઝ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે ત્રીજી ઓવરમાં પથુમ નિસાન્કા (6 રન)ની વિકેટ ગુમાવી હતી. કુસલ મેન્ડિસ (15 રન)એ ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ સાતમી ઓવરમાં બુમરાહનો શિકાર બન્યો હતો. આઠમી ઓવરમાં મોહમ્મદ સિરાજે દિમુથ કરુણારત્ને (2 રન)ને પેવેલિયન મોકલ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ 10 ઓવરમાં 39 રન બનાવ્યા બાદ 3 વિકેટ ગુમાવી દીધી હતી.