Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બોચડવા ગામે વાડીની બાજુમાં કરેલો ઉકરડો જે સળગાવવાની ના પાડતા સામસામે મારામારી થઈ હતી. જેમા ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોને ઈજાઓ થતાં બોટાદ જિલ્લાના ગઢડાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા છે. આ મારામારીનો વીડિયો પણ સામે આવ્યો હતો.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના બોચડવા ગામે રહેતા રાજુભાઈ ડાભીની વાડી પાસે ગામના જ લોકો દ્વારા ઉકરડો બનાવેલો છે. જે ઉકરડો આજે સળગાવ્યો હતો. જેથી રાજુભાઈએ ઉકરડો સળગાવવાની ના પાડતા બોલાચાલી થઈ અને મામલો ઉગ્ર બનતા મારામારી સર્જાઈ હતી. જેમાં ત્રણ મહિલાઓ સહિત ચારને ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને પ્રથમ બોટાદ જિલ્લાના ગઢડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમા રાજુભાઈને ગંભીર ઈજાઓને લઈને ફરજ પરના ડોક્ટરે વધુ સારવાર માટે બોટાદ રીફર કર્યા હતા. બોચડવા ગામે થયેલી મારામારી દરમ્યાન રાજુભાઈના પરીવારે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો અને વાઈરલ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.