Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આવતા વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌર ટીમની કેપ્ટન છે અને ઓપનર સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન છે. ઈજાગ્રસ્ત પૂજા વસ્ત્રાકર ટીમમાં પરત ફરી છે. સાથે જ સ્નેહ રાણા સહિત 3 ખેલાડીઓને રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યા છે.


પાકિસ્તાન સામે પહેલી મેચ
8મો T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરી 2023થી સાઉથ આફ્રિકામાં શરૂ થશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના ગ્રુપ-2માં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની સાથે છે. ભારતની પહેલી મેચ 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં પાકિસ્તાન સામે થશે.

ભારતની ગ્રુપ સ્ટેજની બાકીની મેચ 15 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે, 18 ફેબ્રુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં ઇંગ્લેન્ડ સામે અને 20 ફેબ્રુઆરીએ પોર્ટ એલિઝાબેથમાં આયર્લેન્ડ સામે રમાશે.

ગ્રુપ-1 અને ગ્રુપ-2ની ટોચની 2-2 ટીમ વચ્ચે 23 અને 24 ફેબ્રુઆરીના રોજ સેમિફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 26 ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે રમાશે. 2009માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાએ 5 વખત જીતી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ પણ એક-એક વખત ચેમ્પિયન બની છે. ભારત ગત T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. પરંતુ, તેમને ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સિનિયર ટીમમાં અંડર-19ના 2 ખેલાડી પણ છે
T20 વર્લ્ડ કપ પહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ પણ 14થી 29 જાન્યુઆરી દરમિયાન સાઉથ આફ્રિકામાં યોજાશે. 16 ટીમની ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન શેફાલી વર્મા છે. વિકેટકીપર રિચા ઘોષ પણ આ ટીમનો એક ભાગ છે. બન્નેની T20 વર્લ્ડ કપમાં ભારતની સિનિયર વુમન્સ ટીમ માટે પસંદગી કરવામાં આવી છે.