અમેરિકાના ટાઇમ મેગેઝિને એઆઇના મામલાઓમાં સૌથી પ્રભાવશાળી 100 લોકોની યાદી જાહેર કરી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નિલેકણી અને અભિનેતા અનિલ કપૂર સહિતના ભારતીય સામેલ છે. ટાઇમ 100 એઆઈ 2024 શીર્ષકથી જાહેર કરાયેલી આ યાદીમાં 15 ભારતીય અને ભારતીય મૂળના સામેલ છે. જેમાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ ટૉપ ઉપર છે,જ્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નદેલા બીજા નંબરે છે.
કેસ નોંધાવવાના કારણે અભિનેતાનું નામ સામેલ અભિનેતા અનિલ કપૂરનું નામ સામેલ કરવા માટેનું કારણ જણાવાયું છે. જેમાં ટાઇમે કહ્યું છે કે વાસ્તવમાં તેમની તસવીરના અનઅધિકૃત એઆઈ ઉપયોગના કારણે તેમણે દિલ્હી હાઇકોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસે એઆઈમાં પણ વ્યક્તિગત અધિકારોનો રસ્તો ખોલી નાખ્યો છે.