Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જુલાઈ મહિનામાં રિટેઇલ મોંઘવારી વધીને 7.44% પર આવી ગઈ છે. ખાદ્યપદાર્થો ખાસ કરીને શાકભાજીની કિંમતમાં વધારો થવાને કારણે મોંઘવારી વધી છે. જૂનમાં મોંઘવારી 4.81% રહી હતી. જ્યારે મે મહિનામાં તે ઘટીને 4.25%ના 25 મહિનાના નીચલા સ્તરે આવી ગઈ હતી.


જુલાઈમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) વધીને 11.51% થયો છે. જૂનમાં તે 4.49% હતો જ્યારે મે મહિનામાં તે 2.96% હતો. આ ઇન્ડેક્સ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો અને ઘટાડો દર્શાવે છે. CPI બાસ્કેટમાં ખાદ્ય સામગ્રીનો હિસ્સો લગભગ અડધો છે. જૂનમાં ફુગાવો RBIની 6%ની ઉપલી ટોલરન્સ મર્યાદાથી નીચે હતો.