દેશની રાજકોષીય ખાધ ઓક્ટોબરના અંતે સમગ્ર વર્ષના બજેટ અંદાજના 45%એ પહોંચી છે. રાજકોષીય ખાધ કેન્દ્ર સરકારના વર્ષ 2023-24ના રૂ.17.86 લાખ કરોડના લક્ષ્યના 45%ની સપાટીએ નોંધાઇ છે. ગત કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રાજકોષીય ખાધ વર્ષ 2022-23ના બજેટ અંદાજના 45.6% રહી હતી.
ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત એટલે કે રાજકોષીય ખાધ વાસ્તવિક રીતે નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન રૂ.8.03 લાખ કરોડ રહી હતી. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશની રાજકોષીય ખાધ જીડીપીના 5.9% એટલે કે રૂ.17.86 લાખ કરોડ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ વર્ષે એપ્રિલ થી ઓક્ટોબર દરમિયાન રૂ.8.04 લાખ કરોડની રાજકોષીય ખાધ નોંધાઇ હતી.નાણાકીય વર્ષ 2024ના પહેલા છ મહિના દરમિયાન રાજકોષીય ખાધ સમગ્ર વર્ષના લક્ષ્યાંકના 39.3%એ પહોંચી હતી.