ભારતે 5મી T20માં ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું અને 4-1ના અંતરથી શ્રેણી જીતી લીધી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને બેંગલુરુમાં બીજા બોલ પર જીવનદાન મળ્યું. અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં 9 રનનો બચાવ કર્યો હતો, જ્યારે આ મેચમાં પણ અમ્પાયરને બોલ વાગ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના બેન મેકડર્મોટનો મિસટાઇમ સિક્સ 98 મીટર દૂર ગઇ હતી. જ્યારે છેલ્લી ઓવરમાં અમ્પાયરે વાઈડ બોલ આપ્યો ન હતો ત્યારે કાંગારૂ ટીમના કેપ્ટન મેથ્યુ વેડ ગુસ્સે થઈ ગયો હતો અને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મુકેશ કુમારે 2 બોલમાં 2 વિકેટ લઈને મેચને પલટી હતી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેના બીજા જ બોલ પર જીવનદાન મળ્યું. પાંચમી ઓવરમાં બેન દ્વારશુસે ઓફ સ્ટમ્પની બહાર ફુલ લેન્થ બોલ ફેંક્યો. સૂર્યકુમાર ડ્રાઇવ કરવા ગયો પરંતુ બોલ ટોચની કિનારે અથડાયો અને પોઇન્ટ તરફ ગયો. અહીં બેન મેકડર્મોટે હવામાં ડાઇવ કરીને કેચ લેવાનો પ્રયાસ કર્યો, બોલ તેના હાથ પર વાગ્યો પરંતુ કેચ પૂરો ન કરી શક્યો.
જીવનદાન વખતે સૂર્યકુમાર માત્ર 1 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તે આનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને 5 રન બનાવીને દ્વારશુસનો શિકાર બન્યો હતો. તેનો કેચ પણ મેકડર્મોટે પકડ્યો હતો.