Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદના 18 વર્ષીય દિવ્યાંગ ઓમ જીગ્નેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં વીર બાળ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારંભમાં દેશના વિવિધ રાજ્યમાંથી આવેલા 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા દિવ્યાંગ બાળક ઓમ જીગ્નેશ વ્યાસને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કારણ કે, શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ ઓમ જીગ્નેશ વ્યાસને સુંદરકાંડ અને ભાગવત ગીતા સહિતના 2000થી પણ વધુ શ્લોક કંઠસ્થ છે. તેણે જાતે જ આ સિદ્ધિ ફક્ત શ્લોક સાંભળીને હાંસલ કરી છે. આ સાથે જ વિશેક વર્લડ ઓફ રેકોર્ડની બુકમાં તેનું નામ નોંધાયેલું છે.

ઓમ વ્યાસની વિશેષતા વિશે વાત કરીએ તો તે બિલકુલ પણ લખી કે વાંચી શકતો નથી, પરંતુ તેને સુંદરકાંડ તથા ભગવત ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના 2000થી વધુ શ્લોકો કંઠસ્થ છે. આશ્ચર્યની વાત છે કે, ઓમ માત્ર ભક્તિના ગીતો અને શ્લોકોમાં જ રુચિ ધરાવે છે, આ સિવાય અન્ય કોઈપણ પ્રકારનું મ્યુઝિક અથવા તો હિન્દી ગીતો અને બોલીવુડ ગીતો તથા ગરબામાં તેને રુચિ નથી. તેના માટે મનોરંજનનું સાધન એટલે માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો છે. ઓમની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમતેમ આધ્યાત્મિક ક્ષેત્ર તેની અભિરુચિ વધતી જાય છે. ઓમને અન્ય કોઈ સ્થળ પર જવા કરતા મંદિરે જવું ખૂબ જ પસંદ છે.

ઓમ જ્યારે છ મહિલાનો હતો, ત્યારથી જ તબીબો દ્વારા તેને સેરેબ્રલ પાલ્સી નામની તકલીફ છે, તેમ જણાવવામાં આવ્યું હતું અને ત્યારથી જ તેનું શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઇ ગયો હતો. હાલમાં તેની ઉંમર 18 વર્ષથી પરંતુ તેની દિમાગી હાલત ચાર વર્ષના બાળક જેટલી જ છે. તેનું દરેક કાર્ય તેના પરિવાર દ્વારા જ કરવામાં આવે છે. ખાસ કરીને તેની માતા દ્વારા તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત ફક્ત શ્રવણ શક્તિ દ્વારા જ તે આટલી મોટી સંખ્યામાં જ્યાં વિદ્વાનો પણ પાછા પડે તેવા તમામ શ્લોક કંઠસ્થ રાખે છે. તેની સિદ્ધિની વાત કરવામાં આવે તો કોઈપણ શ્લોકની કોઈપણ લાઈન બોલો તેના પછીની તરતની લાઈન તે તુરંત જ બોલે છે.