Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


સ્વિત્ઝર્લેન્ડના વિજ્ઞાનીઓને મોટી સફળતા મળી છે. તેઓ લેઝરની મદદથી અવકાશમાંથી પડતી વીજળીનો રસ્તો બદલવામાં સફળ રહ્યા છે. આ ટેક્નિક વીજળી પડવાથી ઇમારતોને થતાં નુકસાનને અટકાવવામાં કારગર સાબિત થશે. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે ઉત્તર-પૂર્વ સ્વિત્ઝર્લેન્ડમાં માઉન્ટ સેન્ટિંસના પહાડો પરથી આકાશ તરફ લેઝર મારફતે વીજળીનો રસ્તો બદલ્યો છે.


આ ટેક્નિકમાં વધુ સંશોધન બાદ તેને મહત્ત્વપૂર્ણ ઇમારતોની સુરક્ષા માટે તહેનાત કરી શકાય છે અને વીજળી પડવાથી સ્ટેશનો, એરપોર્ટ, વિન્ડ ફાર્મા અને એવી અન્ય જરૂરી ઇમારતોને નુકસાનથી બચાવી શકાય છે. તેનો ફાયદો ઇમારતો ઉપરાંત કોમ્યુનિકેશનનાં ઉપકરણો તેમજ વીજળીની લાઇનો જેવી મહત્ત્વપૂર્ણ સુવિધાઓની સુરક્ષાની સાથે સાથે દર વર્ષે હજારો લોકોનો જીવ પણ બચાવી શકાશે. આ પ્રયોગ માઉન્ટ સેન્ટિસ પર એક ટેલિકોમ ટાવર પર કરાયો હતો, જેને યુરોપમાં વીજળી પડવાથી સૌથી વધુ નુકસાન પહોંચે છે.

2021માં બે મહિના ચાલેલા આ પ્રયોગ દરમિયાન ખૂબ જ તીક્ષ્ણ લેઝર કિરણોને 1,000 વાર પ્રતિ સેકન્ડના દરથી આકાશ તરફ ફેંકવામાં આવ્યા હતા. આ લેઝરનો ટાર્ગેટ વીજળી હતી. જ્યારે સિસ્ટમ સક્રિય હતી ત્યારે ચાર વાર વીજળી પડી હતી અને તેના પર સચોટ નિશાન સાધવામાં આવ્યું હતું. પહેલી વાર તો સંશોધકોએ બે ઝડપી કેમેરાની મદદથી વીજળીના રસ્તાને બદલવાની પ્રક્રિયાને રેકોર્ડ કરી હતી.