ભારત અને UAE વચ્ચે ક્રૂડ ઓઇલ સિવાયનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2030 સુધીમાં $100 અબજને આંબશે તેવી અપેક્ષા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વ્યક્ત કરી હતી. અત્યારે ક્રૂડ ઓઇલ સિવાયનો દ્વિપક્ષીય વેપાર $48 અબજ છે. જોઇન્ટ કમિટી ઑફ યુએઇ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટની પહેલી બેઠક દરમિયાન નવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 1 મેના રોજ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પરસ્પર સહમતિથી નક્કી કર્યું કે અમે વધુ મહત્વાકાંક્ષી બનીશું અને વર્ષ 2030 સુધીમાં સમગ્ર રીતે $100 અબજના દ્વિપક્ષીય વેપારને બદલે ઓઇલ સિવાયના દ્વિપક્ષીય વેપારને વર્ષ 2030 સુધીમાં $100 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. જેનો અર્થ છે કે આગામી સાત વર્ષમાં નોન પેટ્રોલિયમ ટ્રેડને $48 અબજથી વધારીને $100 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. યુએઇ ભારત માટે ક્રૂડ ઓઇલના મુખ્ય સપ્લાયરમાંથી એક છે.
બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં ક્રૂડ ઓઇલ મહત્તમ હિસ્સો ધરાવે છે. વિવિધ સમિતિઓ અને પેટા સમિતિઓની રચના કરવા પર પણ સહમતિ સધાઇ હતી અને વેપાર કરારની વિવિધ જોગવાઇઓના અમલીકરણના સંદર્ભમાં ટેકનિકલ પરિષદો જેમ કે માલના વેપાર, કસ્ટમ્સને લગતી સુવિધા, મૂળ નિયમો, વેપારમાં રહેલી અડચણો, રોકાણની સુવિધા જેવા મુદ્દાઓ સામેલ છે. સેવા ક્ષેત્રમાં વેપારને લગતા મુદ્દાઓને લઇનેસમિતિની સ્થાપના કરાશે.