Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની હરાજી પીએમમોમેન્ટો વેબસાઈટ પર થઈ રહી છે. હરાજીમાં સૌથી આગળ કોમનવેલ્થ વિજેતાઓ દ્વારા અપાયેલી ભેટ છે. ટોક્યો 2020 પેરાલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ મનીષ નરવાલની ઓટોગ્રાફવાળી ટી-શર્ટની બોલી 55 લાખ 70 હજારની પાર પહોંચી ગઈ છે.


તેની બેઝ પ્રાઈઝ 10 લાખ રૂપિયા હતી. તેની બોલીમાં 128 લોકો સામેલ થયા હતા. થોમસ કપ ચેમ્પિયનશિપ-22ના વિજેતાઓના ઓટોગ્રાફવાળી બેડમિન્ટનની બેગની બોલી 42 લાખ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. ગોલ્ડ મેડલિસ્ટ શ્રીકાંતના ઓટોગ્રાફવાળા રેકેટની બોલી 43.90 લાખ રૂપિયાથી વધુ છે.

2 ઓક્ટોબરે હરાજીનો છેલ્લો દિવસ હશે. કેટલીક ભેટોનું પ્રદર્શન દિલ્હી સ્થિત નેશનલ ગેલરી ઓફ મોડર્ન આર્ટમાં યોજવામાં આવ્યું છે. દરેક ભેટ વિશે નેત્રહીનો માટે બ્રેલ લિપિમાં માહિતી છે. દિવ્યાંગોને ભેટને અડકવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ વખતે બોલી લગાવનાર વ્યક્તિના આધારને ફરજિયાત કરાયું છે.