ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે રહેતા સતિષભાઈ ગોવિંદભાઈ મકવાણા નામના 27 વર્ષીય યુવકે અગમ્ય કારણસર ગામના પાદરમાં આવેલા રસિકભાઈ ભૂતના મકાનમાં ગળાફાંસો ખાઈ લેતા યુવકનું મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે પગલું ભર્યા અંગેનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે તપાસ હાથધરી છે. મૃતક ખેતીકામ કરી ઘરનું ગુજરાત ચલાવતો હતો અને માબાપ સાથે રહેતો હતો. મૃતક અપરિણીત છે. ગોંડલ તાલુકા પોલીસના મયુરધ્વજસિંહ રાણાએ સ્ટાફ સહિત સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ આદર્યો છે.