તબીબની ડીગ્રી ધરાવતા વ્યક્તિ પાણીપુરી અને ચા વેચે તો લોકોને ચોક્કસ નવાઇ લાગે. પણ પંચમહાલના પરવડી ચોકડી પર હોમિયોપેથિક તબીબ લોકોને પાણીપુરી વેચીને સમયના સદઉપયોગ સાથે લોકોને પાણીપુરી વેચી રહ્યાં છે.
ગોધરાના અને મોરવા હડફ ખાતે દવાખાનું ચલાવતા હોમિયોપેથિક ડો.મહેન્દ્રસિંહ પરમાર છેલ્લા 17 વર્ષથી તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. દરમિયાન તેઓ પાસે આવતા દર્દીઓની કેટલીક તકલીફ દૂર કરી છે. જયારે સ્વાદિષ્ટ લોકો માટે પાણીપુરી પીરસીને સ્વાદ પીરસી રહ્યા છે. જનતાને આરોગ્યપ્રદ પાણી પુરી ખવડાવવા માટે પરવડી બાયપાસ ઉપર દુકાન ભાડે લઇ શરૂઆત કરી છે.
પાણીપુરી અને ચાની આ દુકાન ખાતે ડોકટર્સનું બોર્ડ લગાડ્યું છે. જે અહીંથી પસાર થતા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સામાન્ય રીતે તબીબના બોર્ડમાં ડીગ્રી જોવા મળતી હોય છે ત્યારે અહીં ચા અને પાણીપુરીનું લખાણ જોવા મળતાં સૌ અચૂક મુલાકાત લે છે. ડૉ.મહેન્દ્રભાઈ દ્વારા બનાવી પીરસવામાં આવતી ચા અને પાણીપુરીનો સ્વાદ માણી રહ્યા છે.
આ વ્યવસાય શરૂ કરવા પાછળનો આશય નાણાં કમાઈ લેવાનો નથી. પરંતુ હોમિયોપેથિક સારવાર અંગેની જાગૃતિ લાવવાનો છે. જોકે હાલ તો તબીબ દ્વારા બનાવાતી ચા અને પાણીપુરીની શુદ્ધતા અને સ્વાદથી અહીંથી પસાર થતા સૌ લઈ રહ્યા છે.