Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ નિયમિત રીતે અનિયમિત અથવા તો રદ હોય છે. ત્યારે સોમવારે વધુ એક ફ્લાઇટ તેના નિયત સમય કરતા મોડી પડી હતી. જેને કારણે મુસાફરોને પરેશાની ભોગવવી પડી હતી. જોકે એરલાઈન્સ સંચાલકોએ ફ્લાઇટ મોડી પડવા અંગે કોઇ કારણ રજૂ નહિ કરતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.


રાજકોટથી મુંબઇ જવા માટે ફ્લાઈટ 11.30 કલાકે ઉડાન ભરે છે, પરંતુ 12.30 કલાક સુધી ફ્લાઈટએ ઉડાન નહોતી ભરી. ફ્લાઈટ તેના નિયત સમયે ટેક ઓફ નહિ થતા મુસાફરોએ આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે એરલાઈન્સ સંચાલકોએ આ અંગે મુસાફરોને જવાબ દેવાનું પણ ટાળ્યું હતું.

મુંબઈ જતા મુસાફરે જણાવ્યું હતું કે, છેલ્લી ઘડી સુધી ફ્લાઇટ મોડી હોવાની જાણ કરવામાં આવી નહોતી. જેને કારણે જે સમયે મુંબઈ કે બીજા શહેરમાં મિટિંગ, આરોગ્ય ચકાસણી માટે પહોંચવાનું હતું તે સમયે પહોંચી નહોતા શક્યા. આખરી ઘડીએ ફ્લાઇટ મેળવવા માટે મુસાફરોને અમદાવાદ સુધી લાંબા થવું પડ્યું હતું અથવા ખાનગી વાહનો કરીને મુસાફરો નીકળ્યા હતા. હજુ ગત માસમાં પણ ફ્લાઇટ મોડી પડી હતી. આમ, અવારનવાર ફ્લાઇટના શિડ્યૂલ વિંખાઈ જતા હોવાની ફરિયાદ ઊઠી છે.