ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ વિરામ બાદ શાનદાર કમબેક કરી અને મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ.
સિંધુએ બુધવારે કુઆલાલંપુરમાં રમાયેલી ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોરને સીધી ગેમમાં હરાવી હતી. તેણે ગિલમોરને 21-17, 21-16થી હરાવ્યો હતો. વર્લ્ડ નંબર 15 સિંધુએ ઉબેર કપ અને થાઈલેન્ડ ઓપનમાં ભાગ લીધો ન હતો.
ટુર્નામેન્ટની પાંચમી ક્રમાંકિત સિંધુએ છેલ્લે 2022 સિંગાપોર ઓપનમાં ટાઇટલ જીત્યું હતું. હવે તેનો મુકાબલો કોરિયાના સિમ યુ જિન સામે થશે.
અશ્મિતા ચલિહાએ પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. તેણે ચાઈનીઝ તાઈપેઈની ક્વોલિફાયર હસિહ યુન લિનને 21-17, 21-16થી હરાવ્યું. હવે તેનો મુકાબલો ત્રીજી ક્રમાંકિત ચાઇનીઝ તાઇપેની બેઇવેન ઝેંગ સામે થશે. ઉન્નતિ હુડ્ડા અને અક્ષર્શી કશ્યપ જોકે પ્રથમ રાઉન્ડમાં હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. કશ્યપને બીજી ક્રમાંકિત ચીની ખેલાડી વાંગ ઝી યીએ 22-24, 13-21થી હાર આપી હતી.