પૈસા કમાવવા માટે આરબ દેશોમાં જનારા ભારતીય કામદારો દુર્દશા અને જુલમનો શિકાર બની રહ્યા છે. આ ખુલાસો સરકારની એક રિપોર્ટમાં થયો છે. જેમાં દાવો કરાયો છે કે, 33 હજારથી વધુ ભારતીયો ગુલામોની જેમ રહેવા મજબૂર બન્યા છે.
રિપોર્ટ મુજબ, વિદેશ મંત્રાલયને માર્ચ 2021થી ડિસેમ્બર 2023ના વચ્ચે 6 આરબ દેશમાંથી 33 હજાર 252 ફરિયાદ મળી હતી. ફરિયાદમાં પગાર ન આપવો, બળજબરી પાસપોર્ટ છીનવી લેવો, પૂરતુ ભોજન ન આપવું, રહેવા માટે યોગ્ય જગ્યા ન આપવી, 16-16 કલાક કામ કરાવવું, કામ કરવાની મનાઈ કરતાં મારપીટ તેમજ ગેરવર્તનના આરોપ લગાવા જેવા આક્ષેપો સામેલ છે.
કેટલાંક સ્થળે તો પાસપોર્ટ તેમજ મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવે છે. માત્ર કંપનીના લેન્ડલાઈન ફોન પરથી જ પરિવાજનો સાથે વાત કરવાની અનુમતિ છે. મજબૂરી એવી છે કે તેઓ ન તો ફરિયાદ કરી શકે છે ન તો દેશ પરત ફરી શકે છે. આ મામલે ભારત સરકારે સંબધિત દેશોની સરકાર સાથે દરમિયામગીરીની બાંહેધરી આપી છે.