કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમું બજેટ રજુ કરશે. સવારે 11 વાગ્યે નાણામંત્રીનું ભાષણ શરૂ થશે. છેલ્લાં ચાર બજેટ અને એક વચગાળાના બજેટની જેમ, આ બજેટ પણ પેપર લેસ હશે.
એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં પેટ્રોલ પર 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા ડ્યૂટી વસૂલવામાં આવે છે.
કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ભાગો પર આયાત ડ્યૂટી ઘટાડી શકાય છે. હાલમાં તેના પર 20% ડ્યૂટી વસૂલવામાં આવે છે. આના કારણે મોબાઈલ જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.
સોના અને ચાંદી પર આયાત ડ્યૂટી વધારી શકાય છે. હાલમાં તેના પર 6% ડ્યૂટી વસૂલવામાં આવે છે. આ કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે.
ભારતીય ઉદ્યોગ સંઘ (CII) એ સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની ભલામણ કરી છે. CII એક બિન-સરકારી વ્યાપાર સંગઠન છે.
ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ભાગો પર આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે. સરકારનું ધ્યાન મેક ઇન ઇન્ડિયા પર છે.
ગયા બજેટમાં સરકારે આયાત ડ્યૂટી 15%થી ઘટાડીને 6% કરી હતી. આ પછી તરત જ ઓગસ્ટ 2024માં સોનાની આયાત વાર્ષિક ધોરણે લગભગ 104% વધીને $10.06 બિલિયન (લગભગ રૂ. 87 હજાર કરોડ) થઈ. સરકાર આયાત ઘટાડીને વેપાર ખાધ ઘટાડવા માગે છે.