વર્ષ 2023માં ચાંદીની વૈશ્વિક માંગ 10% ઓછી રહેવાની ધારણા છે. ચાંદીની જ્વેલરી અને વાસણોની માંગમાં અનુક્રમે 22% અને 47% ઘટાડો થવાને કારણે માગમાં ઘટાડો આવ્યો છે. ચાંદીની વૈશ્વિક માગમાં આ ઘટાડા પાછળ ભારત મુખ્ય કારણ બની શકે. વૈશ્વિક સ્તરે, 2023માં કુલ ચાંદીની માંગ 10% ઘટીને 114 કરોડ ઔંસ થવાનો અંદાજ છે. જ્યારે 2023માં ફિઝિકલ રોકાણ 21% ઘટીને 26.3 કરોડ ઔંસની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહેવાની ધારણા છે.
સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના સિલ્વર ઇન્ડસ્ટ્રી ડિનર દરમિયાન મેટલ્સ ફોકસના એમડી ફિલિપ ન્યુમેન અને ડિરેક્ટર સારાહ ટોમલિન્સન દ્વારા આપવામાં આવેલા ડેટા પરથી આ માહિતી મળી છે. આ મુજબ, જ્યારે વિશ્વના મોટાભાગના બજારોમાં નબળા વોલ્યુમ જોવા મળ્યા છે.પરંતુ ચાંદીની માંગમાં ઘટાડો મુખ્યત્વે ભારત અને જર્મનીમાંથી ઓછી માંગને કારણે છે.
દેશમાંથી ચાંદીની નિકાસમાં 55%નો ઘટાડો થયો
કામા જ્વેલરીના એમડી કોલિન શાહે જણાવ્યું હતું કે ભૌગોલિક રાજકીય તણાવ, રૂપિયાની સામે ડોલરની વધઘટ અને ચીનની અર્થવ્યવસ્થામાં મંદીને કારણે ચાંદીના ઘરેણાંની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આના કારણે ચાંદીના દાગીનામાં ઘટાડો થવાની સંભાવના છે.