ભારતીય ઇક્વિટી માર્કેટમાં મજબૂત સ્થિતિ છતાં પ્રાઇમરી માર્કેટમાં ચાલુ વર્ષના પહેલા છ માસ દરમિયાન નિરસ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ઇક્વિટી માર્કેટમાં આવેલી તેજી પ્રાઇમરી માર્કેટ પર અસર કરવામાં નિષ્ફળ રહી છે. કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આઇપીઓ દ્વારા ફંડ એકત્ર કરવામાં 80% ઘટાડો જોવા મળ્યો છે.
ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ માને છે કે વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન શેરબજારમાં આવેલી અસ્થિરતાને કારણે ઘણી કંપનીઓને તેમની લિસ્ટિંગ યોજનાઓ ટાળવાની ફરજ પડી હતી. 2023માં અત્યાર સુધીમાં મેઇનબોર્ડ પર સરેરાશ સાત કંપનીઓ જ આઇપીઓ દ્વારા 6910 કરોડ રૂપિયા એકત્ર કરી શકી છે.
જ્યારે ગતવર્ષે આ સમયગાળામાં 16 કંપનીઓએ આઇપીઓ દ્વારા રેકોર્ડ રૂ.40310 કરોડ એકત્ર કર્યા હતા. જોકે શેરબજારના મુખ્ય સેક્ટોરલ નવી વિક્રમી ઊંચાઈને સ્પર્શી ગયા છે. પરંતુ છેલ્લા છ મહિના વોલેટાલિટી વધુ રહી હતી.