શેરબજારમાં 2જી જાન્યુઆરીએ તેજી રહી. સેન્સેક્સ 1436 પોઈન્ટ વધીને 79,943 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 445 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,188ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30માંથી 29 શેરોમાં તેજી જોવા મળી. આજે ઓટો અને IT શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આઇશર મોટર્સના શેરમાં 8.55% અને મારુતિ સુઝુકીના શેરમાં 5.61%નો વધારો જોવા મળ્યો હતો.
ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડના IPO એટલે કે ઈનિશિયલ પબ્લિક ઓફરનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. 7 જાન્યુઆરીએ કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.