Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ પાસે આવેલા રોણકી વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેવાસીએા પાણીની સમસ્યાથી પરેશાન છે અને બીજી તરફ તંત્ર વિકસિત ભારત યાત્રામાં રોકાયું છે. રોણકી પાસે આવેલી ક્રિષ્ના બંગ્લોઝ-3, દ્વારકા હાઇટ્સ, જડેશ્વર સોસાયટીમાં લોકોએ પીવાનું પાણી મળે તે માટે અનેક વખત રજૂઆત કરી પણ અધિકારીઓને પાણી આપવાની દાનત જ નથી. માત્ર ગવરીદળ સમ્પમાં મુકવામાં આવેલા પંપની ક્ષમતામાં વધારો કરવામાં આવે તો પાણી વિતરણ થઇ શકે તેમ છે. તંત્ર પાણે પાણી છે પણ પંપ બદલવાનો સમય નથી.


ક્રિષ્ના બંગ્લોઝ-3 ઓનર્સ એસોસિએશનના આગેવાન રાજુભાઇ સહિતનાઓએ રૂડા, ગ્રામપંચાયત, જિલ્લા કલેક્ટરને અનેક વખત રજૂઆત કરી કે નળથી જળ યોજના હેઠળ પાણી આપો પરંતુ તંત્ર પાણી આપતું નથી. રાજુભાઇએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીએ સ્વખર્ચે પીવાના પાણીની લાઇન નાખી છે અને તંત્રએ આ લાઇનમાં પાણી આપવા માટે પાઇપ પણ જોઇન્ટ કરી દીધી છે અને એક વખત 20 મિનિટ પાણી પણ આપવામાં આાવ્યું હતું. બાદમાં પાણી આવતું બંધ થઇ ગયું છે.

ગામના સરપંચ દિવ્યાબેન હુંબલે જણાવ્યું હતું કે, વાસ્મોને આ અંગે રજૂઆત કરી છે પણ પાણી આવતું નથી. ગવરીદળ ગામે પાણીનો સમ્પ બનાવ્યો છે ત્યાંથી પાણી આપવા માટે મોટર પણ ફિટ કરાઇ છે પણ તેની ક્ષમતા ઓછી હોવાથી અમુક સોસાયટીમાં પાણી આવતું નથી.