અમેરિકામાં આવતા વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. આ પદ માટે રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન બીજા કાર્યકાળ માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. યુક્રેન-રશિયા તેમજ ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અમેરિકાની ચૂંટણીને અસર કરી શકે છે તેનું કારણ એ છે કે ઈઝરાયલ પર એકતરફી વલણ અપનાવવા બદલ અમેરિકન મુસ્લિમો બાઈડેનથી નારાજ થયા છે.
આ ઘટસ્ફોટ ડેમોક્રેટિક પાર્ટીના એક આંતરિક અહેવાલ દ્વારા થયો છે જે બાઈડેનની ચૂંટણી જીતનું મૂલ્યાંકન કરે છે. એટલું જ નહીં અમેરિકામાં વસતા અન્ય દેશના સમુદાયના લોકો બાઈડેનને સમર્થન આપે છે કે નહીં તે અંગે પણ વિશ્લેષણ કરે છે. ભારતીય સમુદાયના મત બાઈડેનની જીત માટે જરૂરી છે. વિપક્ષી રિપબ્લિકન જે રીતે હિન્દુ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની સરખામણીમાં ડેમોક્રેટ્સ પણ હિન્દુઓને દૂર કરવા નથી ઈચ્છતા. મુસ્લિમો ઇઝરાયલના અણધાર્યા સમર્થનને કારણે બાઈડેન પ્રશાસનથી અત્યંત નારાજ છે.