મેષ
પોઝિટિવઃ- ઘણા સમયથી ચાલી રહેલી કોઈ ટેન્શનમાંથી રાહત મળશે,નવા આવકના માર્ગ ખુલશે, પરિવાર સાથે સમય વિતાવો
નેગેટિવઃ- પારિવારિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાથી બીજાને પરેશાની થઈ શકે છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે.
વ્યવસાયઃ- તમારા સંપર્કોને મજબૂત બનાવો, જો તમને કોઈ ધારાસભ્ય કે રાજકારણીને મળવાની તક મળે તો તેને ચૂકશો નહીં. નફાકારક સાબિત થશે
લવઃ- પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જવાનો કાર્યક્રમ બનશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાના કારણે તણાવ રહેશે
લકી કલર- આસમાની
લકી નંબર- 8
***
વૃષભ
પોઝિટિવઃ વ્યસ્તતા હોવા છતાં ઘર,પરિવાર અને વેપારમાં યોગ્ય સંવાદિતા જાળવશો.સંતાન સંબંધીત ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.
નેગેટિવઃ- આ સમયે આવકની સાથે ખર્ચ પણ વધુ રહેશે.ઘરમાં વિખવાદની સ્થિતિ બની શકે છે. તમારી જીદ મુશ્કેલીનું કારણ પણ બની શકે છે
વ્યવસાયઃ- વેપારમાં કેટલીક અડચણો અને પડકારો આવશે.ઓફિસમાં કોઈ પ્રોજેક્ટને લઈને સહકર્મી સાથે મતભેદ થઇ શકે છે
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. ઘરમાં એકબીજા સાથે સમય પસાર કરવો જોઈએ.
સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા રહેશે. અત્યંત ગુસ્સો અને તણાવ જેવી પરિસ્થિતિઓથી દૂર રહો
લકી કલર- વાદળી
લકી નંબર- 7
***
મિથુન
પોઝિટિવઃ જો કોઈ મહત્વપૂર્ણ કામ બાકી હોય તો આજે તેનું નિરાકરણ આવવાની ઉચિત સંભાવના છે.આધ્યાત્મિક અથવા ધાર્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી આરામ અને શાંતિ મળશે રાજકીય સંપર્કો પણ વધશે.
નેગેટિવઃ- પારિવારિક સંબંધોમાં થોડી ગેરસમજ થઈ શકે છે. વ્યસ્તતાને કારણે તમે તમારા અંગત અને પારિવારિક કામમાં વધુ ધ્યાન આપી શકશો નહીં
વ્યવસાયઃ- વેપાર સંબંધિત કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. નોકરીમાં ફેરફાર અથવા ટ્રાન્સફર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે ઝઘડા જેવી સ્થિતિ રહેશે.ગેરસમજનું સમાધાન કરવાથી સંબંધોમાં ખટાશ નહીં આવે.
સ્વાસ્થ્યઃ- તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો પેટમાં ગેસની સમસ્યા પરેશાન કરશે
લકી કલર- પીળો
લકી નંબર- 9
***
કર્ક
પોઝિટિવઃ- ભવિષ્યમાં કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળશે.વાહન ખરીદવાની યોજના હોય તો સમય સાનુકૂળ છે.
નેગેટિવઃ- કોઈ પણ યોજના બનાવતા પહેલા તેના પર ગંભીરતાથી વિચાર કરો. કારણ કે ભાવનાત્મક અને ઉતાવળા નિર્ણયોથી નુકસાન થઈ શકે છે. બેદરકારીને સ્થાન ન આપો.
વ્યવસાયઃ- કામ સંબધિત નજીકની યાત્રા શક્ય છે. આ સમયે નવી સિદ્ધિઓ મેળવશો, ઓફિસમાં સહકર્મીઓ સાથે સંકલન રાખવામાં સમસ્યાઓ આવશે.
લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે
સ્વાસ્થ્યઃ- ઘરના સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તેમની યોગ્ય કાળજી લો
લકી કલર- પીળો
લકી નંબર- 5
***
સિંહ
પોઝિટિવઃ- આજે કામકાજ માટે માનસિક રીતે સંતોષકારક સમય છે. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત તમારી વિચારધારામાં પરિવર્તન લાવશે. ઉતાવળને બદલે શાંતિથી કામ પાર પાડવું
નેગેટિવઃ- વધારે પડતા વિચારો પાર કાબુ રાખવો. તમારા ભાઈઓ સાથેના તમારા સંબંધોમાં ખટાશ ના આવે તે વાતનું ધ્યાન રાખવું
વ્યવસાયઃ- બિઝનેસ ઓર્ડર પૂરા કરવા માટે પૈસા ઉધાર લેવા પડશે, માર્કેટિંગ સંબંધિત કામ મુલતવી રાખો, નાની બાબતમાં વાદ-વિવાદ થવાની સંભાવના છે.
લવઃ- જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને રાહત આપશે. પ્રેમમાં નિકટતા આવશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં કોઈ પ્રકારનો દુખાવો અથવા ઈન્ફેક્શન થઈ શકે છે.
લકી કલર- ગુલાબી
લકી નંબર- 8
***
કન્યા
પોઝિટિવઃ- ભાવનાત્મકતાને બદલે ચતુરાઈ અને સમજદારીથી કામ કરો. આની મદદથી તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો, બાળકનાં શુભ સમાચાર મળવાથી પરિવારમાં ખુશીનો માહોલ રહેશે
નેગેટિવઃ- કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ.વધુ તણાવ લેવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે.
વ્યવસાયઃ- તમારા વ્યવસાયની સ્થિતિ સારી થઈ રહી છે. કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં પ્રવૃત્તિઓ સુચારૂ રીતે ચાલુ રહેશે.ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધો મધુર રાખો.
લવઃ- ઘરમાં સુખ, શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમમાં પરસ્પર વિશ્વાસની સમજ હોવી જરૂરી છે
સ્વાસ્થ્યઃ- સાંધાના દુખાવા જેવી સમસ્યા વધી શકે છે.
લકી કલર- આસમાની
લકી નંબર- 6
***
તુલા
પોઝિટિવઃ કોઈ સંબંધી અથવા ફોન દ્વારા કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. સમજદારીપૂર્વક પૈસાની આપ-લે કરવી આપના માટે ફાયદાકારક રહેશે
નેગેટિવઃ- વધુ પડતી વ્યસ્તતાને કારણે પરિવારની જવાબદારીઓ પર ધ્યાન આપી શકાશે નહીં. વિદ્યાર્થીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે શિક્ષણમાં અવરોધ પેદા કરી શકે છે.
વ્યવસાયઃ- લોકોની ઈર્ષ્યાની ભાવના તમને નુકસાન પહોંચાડી શકે છે.ઓફિસિયલ બાબતોમાં બીજાની સલાહ ન લો.
લવઃ- વૈવાહિક સંબંધોમાં અણબનાવની અસર પારિવારિક વ્યવસ્થા પર પણ પડી શકે છે. તેથી પરિવાર સાથે મનોરંજન વગેરેમાં થોડો સમય પસાર કરવો જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે પગમાં સોજો અને દુખાવો થઈ શકે છે.
લકી કલર- વાદળી
લકી નંબર- 8
***
વૃશ્ચિક
પોઝિટિવઃ- ઘરની વ્યવસ્થા અને સુધારણાના કામમાં વધારે વ્યસ્તતા રહેશે. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયાસોમાં સફળતા મળશે.
નેગેટિવઃ-.કોઈ અપ્રિય અથવા અશુભ સમાચાર મળી શકે છે. જેની તમારી કાર્ય ક્ષમતા પર પણ અસર થશે.
વ્યવસાયઃ- આળસ અને બેદરકારી જેવી ખામીઓને સુધારવી.ઓફિસમાં યોગ્ય કાર્ય પદ્ધતિ દ્વારા તમે અન્યોની સામે પ્રશંસાને પાત્ર બનશો.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- આપનું સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. ગળામાં ચેપ અથવા ગળામાં દુખાવો જેવી સ્થિતિ રહી શકે છે
લકી કલર- કેસર
લકી નંબર- 6
***
ધન
પોઝિટિવઃ- કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ તમારી રાહ જોઈ રહી છે.વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુ કે કોન્ફરન્સમાં યોગ્ય સફળતા મળશે.
નેગેટિવઃ- તમારી સામાજિક કે રાજકીય છબી સ્વચ્છ રાખો. પડોશીઓ સાથે સંબંધોમાં કડવાશ ન આવવા દો. નકામી પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત ન કરવું વધુ સારું રહેશે.
વ્યવસાયઃ-આજે બિઝનેસમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. મુશ્કેલીના નિવારણ માટે ધીરજ રાખવાની જરૂર છે.
લવઃ- વિવાહિત જીવનમાં પરસ્પર સંવાદિતા યોગ્ય રહેશે.પરિવાર સાથે આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ બનાવી શકશો.
સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે. તણાવને તમારા પર હાવી થવા ન દો.
લકી કલર-આસમાની
લકી નંબર - 2
***
મકર
પોઝિટિવઃ- છેલ્લા સમયથી ચાલી રહેલી દિનચર્યામાંથી રાહત મેળવવા પરિવાર સાથે મનોરંજક કાર્યક્રમો બનાવો, જેનાથી તમારી અંદર નવી ઉર્જાનો અનુભવ કરશો.
નેગેટિવઃ- મિત્ર કે સંબંધીની અંગત સમસ્યાથી પરેશાન રહેશો.વાતચીત કરતી વખતે ધ્યાન રાખવું આવશ્યક છે
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગ સંબંધિત કામ પર ધ્યાન આપો, મશીનરી, ફેક્ટરી વગેરેને લગતો વ્યવસાયમાં નવા ઓર્ડર મળશે. આ સાથે કન્સલ્ટન્સી સંબંધિત કામમાં ઝડપ આવશે.
લવઃ- ઘરના સદસ્યોનું પોતપોતાના કાર્યો પ્રત્યે સમર્પણ તમારી જવાબદારીઓમાં ઘટાડો કરશે.
સ્વાસ્થ્યઃ- શરદી જેવી સમસ્યાઓ વધી શકે છે. તમારી જાતને ઠંડા અને પ્રદૂષિત વાતાવરણથી બચાવો
લકી કલર- લાલ
લકી નંબર- 6
***
કુંભ
પોઝિટિવઃ બીજાની સલાહ લેવાને બદલે તમારા નિર્ણયને પ્રાધાન્ય આપો. મિલકત ખરીદી અને વેચાણ સંબંધિત વ્યવહાર કરવામાં ધ્યાન રાખવું .ઘરની વસ્તુઓ માટે ઓનલાઈન શોપિંગ કરી શકાશે
નેગેટિવઃ- બાળકની કોઈપણ ભૂલ માટે ઠપકો આપવાને બદલે તેને માર્ગદર્શન આપો. નિરર્થક પ્રવૃત્તિઓને બદલે તમારા અંગત કાર્યો પૂર્ણ કરવાનો સમય છે.કોઈપણ પ્રકારની લોન આપશો નહીં.
વ્યવસાયઃ- વેપાર ક્ષેત્રે તમારા પ્રતિસ્પર્ધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં.જ્યારે પણ કોઈ સમસ્યા હોય ત્યારે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.નાની ભૂલ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે.
લવઃ- જીવનસાથી અને પરિવારના સભ્યોનો તમારા પ્રત્યે યોગ્ય સહકાર રહેશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે.
સ્વાસ્થ્યઃ- મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ.
લકી કલર- નારંગી
લકી નંબર- 4
***
મીન
પોઝિટિવઃ- કોઈપણ કામ પ્લાનિંગ અને સકારાત્મક વિચારસરણી સાથે કરવાથી તમને નવી દિશા મળશે.ખર્ચ પર નિયંત્રણ રાખવાથી તમને આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે.અન્ય કરતા તમારી કાર્ય ક્ષમતામાં વિશ્વાસ રાખો
નેગેટિવઃ- તમારી બેદરકારીને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.વિદ્યાર્થીઓમાં ભણતર તરફ એકાગ્રતાનો અભાવ રહેશે. સોશિયલ મીડિયા અને નકામી બાબતોમાં તમારો સમય બગાડો નહીં.
વ્યવસાયઃ- જો તમે બિઝનેસમાં વિસ્તરણની યોજના બનાવી રહ્યા છો,સાથી પક્ષોના નિર્ણયને પ્રાથમિકતા આપો, કોઈપણ ઇચ્છિત શ્રેષ્ઠ ઓર્ડર પ્રાપ્ત કરી શકાય છે.
લવઃ- પતિ-પત્ની પરસ્પર સંબંધોથી ઘરની વ્યવસ્થા સારી રાખશે. પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજ થઈ શકે છે. એકબીજાની લાગણીઓને માન આપો.
સ્વાસ્થ્યઃ- વધુ પડતા વિચારથી અને સ્ટ્રેસ લેવાથી માથાનો દુખાવો થઇ શકે છે.
લકી કલર- લીલો
લકી નંબર- 5