ઓસ્કાર વિજેતા પેલેસ્ટિનિયન ફિલ્મ ડિરેક્ટર હમદાન બલ્લાલને ઇઝરાયલી સૈન્ય દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. તેમના કો-ડિરેક્ટર યુવલ અબ્રાહમે X પર તેની જાણકારી આપી.
યુવલે કહ્યું કે કેટલાક ઇઝરાયલીઓએ વેસ્ટ બેંક વિસ્તારમાં હમદનને તેમના ઘરની પાસે ખરાબ રીતે માર્યો. તેમના માથા અને પેટમાં ગંભીર ઈજા પહોંચી હતી.
યુવલે કહ્યું કે જ્યારે હમદને પોતાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે એમ્બ્યુલન્સ બોલાવી, ત્યારે ઇઝરાયલી સૈનિકોએ એમ્બ્યુલન્સ રોકી અને હમદનને કિડનેપ કરી લીધો. આ પછી હમદન વિશે કોઈ માહિતી નથી.
હમદન અને યુવલે સાથે મળીને 'નો અધર લેન્ડ' ફિલ્મ બનાવી, જેને આ વર્ષે ઓસ્કારમાં બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ ફિલ્મ યુદ્ધ દરમિયાન પેલેસ્ટિનિયન કાર્યકર્તા બાસેલ આદ્રા અને યુવલ વચ્ચે વિકસી રહેલી મિત્રતા અને સંઘર્ષને અનુસરે છે.