Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મ્યાનમારના શરણાર્થી ભારતમાં તસ્કરીમાં પણ સંડોવાયેલા છે. પૂર્વોત્તરનાં ઉગ્રવાદી સંગઠનો સાથે મ્યાનમારના અમુક શરણાર્થી ભારતમાં દુર્લભ વિદેશી જીવ, ડ્રગ્સ અને વિદેશી સિગારેટ તસ્કરી કરીને લાવે છે. મ્યાનમાર સાથેની સરહદે જોડાયેલો મિઝોરમનો ચંપાઈ જિલ્લો વન્યજીવો સહિત અન્ય વસ્તુઓની તસ્કરી માટે મુખ્ય રૂટ બની ગયો છે.


મણિપુરનો મોરેહ પણ આ સિલસિલામાં ચર્ચામાં રહ્યો છે. 2020માં મિઝોરમમાં મ્યાનમારના માર્ગે 20.36 કિલો હેરોઈન પકડાયું હતું. જોકે 2021માં 34.52 કિલો હેરોઈન પકડાયું હતું.ચાલુ વર્ષના પ્રથમ છ માસિકગાળા દરમિયાન આશરે 20 કિલો હેરોઈન પકડાયું હતું. માદક પદાર્થ રાખવા અને તસ્કરી મામલે અત્યાર સુધી પકડાયેલા કુલ 374 લોકોમાં મોટા ભાગના મ્યાનમારના નાગરિકો છે.

મિઝોરમની પોલીસના ડીજી(હેડક્વાર્ટર) જોન નેઈહલિયાએ કહ્યું કે અમુક ડ્રગ્સ રેકેટે મિઝોરમના અનેક લોકોને તસ્કરીમાં સામેલ કરી લીધા છે. મ્યાનમારના શરણાર્થીઓની સાથે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ થનારા સ્થાનિક મિઝોરમના લોકોમાં મોટા ભાગે એવા લોકો છે જે ક્રાઈમથી કિનારો કરી ચૂક્યા છે.

મિઝોરમ અને મ્યાનમારની સરહદ પરસ્પર જોડાયેલી છે. મિઝોરમનાં સરહદી ગામડાંઓમાં રહેતા લોકો અને મ્યાનમારના આવનારા મોટા ભાગના શરણાર્થીઓ વચ્ચે જનજાતીય સંબંધ પણ છે. ચીન જેવા જનજાતીય સમૂહના પરસ્પર સંબંધો પણ છે. મ્યાનમારથી આવનારા આ લોકો મિઝોરમમાં રહેતા તેમના સંબંધીઓના નામે બેનામી જમીનો પણ ખરીદી રહ્યા છે.