યુક્રેની સંસ્કૃતિમાં ફૂલોનું હંમેશા એક વિશેષ મહત્ત્વ રહ્યું છે પરંતુ, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તેનું મહત્ત્વ વ્યવસાય ખૂબ વધી ગયો તે છે. યુદ્ધની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાઈરલ થયો હતો. વીડિયોમાં એક યુક્રેની મહિલા ભારે હથિયારોથી સજ્જ રશિયન સૈનિકને સૂરજમુખીનાં બીજ ખિસ્સામાં રાખવા માટે આપતા કહે છે કે જ્યારે તે યુદ્ધમાં અહીં માર્યો જશે તો ઓછામાં ઓછું તે જગ્યાએ સૂરજમુખી તો ઊગશે.
યુક્રેનના લોકો માટે ફૂલ પ્રતિરોધનું પ્રતીક, સામૂહિક દુ:ખ વ્યક્ત કરવાનું સાધન અને સામે રહેલી મુશ્કેલીઓ હોવા છતાં દૃઢ રહેવાના દૃઢ સંકલ્પનું એક પ્રમાણ બની ગયાં છે. દિવ્યાંગ હોવાને કારણે પેટ્રો બરાશ તેના બે ભાઈઓ સાથે યુદ્ધમાં સામેલ નથી થઈ શકતા. આ ઊણપને પૂર્ણ કરવા માટે તેણે કીવના બહારના વિસ્તારમાં ફૂલોનું ઉત્પાદન શરૂ કર્યું છે. પેટ્રો કહે છે કે કોઈને અહીં રહીને આ કામ કરવું પડશે. આ જ રીતે તે જીતમાં યોગદન આપી શકે છે.