Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આરબીઆઇ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા નિયમનકારી પગલાંઓને કારણે અનસિક્યોર્ડ રિટેલ લોન્સના ધીમા વિસ્તરણને કારણે દેશનું એનબીએફસી સેક્ટર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 16-18%ની આંશિક વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા ક્રિસિલ રેટિંગ્સે વ્યક્ત કરી હતી. આગામી નાણાકીય વર્ષે રિટેલ લોન સેગમેન્ટમાં મજબૂત ધિરાણ માંગને કારણે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓની એસેટ અંડર મેનેજમેન્ટ 14-17%ની મજબૂત વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે.

RBI દ્વારા તાજેતરમાં લેવાયેલા નિયમનકારી પગલાં એનબીએફસીએ તેમની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવાની નોબત આવી હોવાથી તેની ગતિવિધિમાં ઘટાડો થવાને કારણે તે ચાલુ નાણાકીય વર્ષમાં 16-18% વચ્ચે વૃદ્ધિ નોંધાવે તેવી સંભાવના છે. પ્રોડક્ટ ઓફરિંગમાં વૈવિધ્ય અને ફંડિગ પ્રોફાઇલ ગ્રોથની સ્ટ્રેટેજીમાં મુખ્ય હિસ્સો ધરાવતા હશે.