Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ન્યૂયોર્ક અમેરિકાનાં અનેક રાજ્યોમાં 60થી વધુ હિન્દુ સંગઠન ડેમોક્રેટિક સરકાર સામે વિરોધમાં ઉતર્યા છે. ખાસ કરીને કેલિફોર્નિયા અને ન્યૂજર્સીમાં ડેમોક્રેટિક પાર્ટીની સરકારો વિરુદ્ધ હિન્દુઓ ગુસ્સે છે. વાત એમ છે કે, હાલમાં જ ન્યૂજર્સીમાં ટીનેક ડેમોક્રેટિક મ્યુનિસિપલ કમિટી (ટીડીએમસી)ના અધ્યક્ષ એલેક્ઝાન્ડ્રા સોરિયાનો-ટાવેરેસના નેતૃત્વમાં હિન્દુ સંગઠનો વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, સેવા ઈન્ટરનેશનલ, હિન્દુ સ્વયંસેવક સંઘ સહિત 60 સંગઠનોને ફાસીવાદી ગણાવ્યાં છે. આ પ્રસ્તાવમાં ત્યાં સુધી લખ્યું છે કે, ‘આ સંગઠનો નફરત અને આતંકને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેઓ ભારત અને અમેરિકામાં લઘુમતી વિરુદ્ધ નફરત ફેલાવે છે.’ બીજી તરફ, ડેમોક્રેટિક સેનેટર બોબ મેન્ડેઝ અને કોરી બુકરને અમેરિકામાં સક્રિય હિન્દુ સંગઠનોના ફન્ડિંગની તપાસ કરવાનું કહેવાયું છે.


અમેરિકામાં છેલ્લા બે મહિનામાં થયેલી ઘટનાઓને લઈને હિન્દુ વિરોધી લોકોએ આ સંગઠનો પર નિશાન સાધ્યું હતું. પહેલી ઘટના સ્વતંત્રતા દિવસની પરેડની છે, જેમાં બુલડોઝરને સફળતાનું પ્રતીક ગણાવવાનો પ્રયાસ કરાયો હતો. અનેક અમેરિકન સંગઠનોએ તેને ભાગલાનું પ્રતીક ગણાવીને ટીકા કરી હતી. ત્યાર પછી રાજકીય અને સામાજિક સંગઠનોએ સાધ્વી ઋતંભરાના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો, જેથી તે રદ કરવો પડ્યો હતો.