ઇઝરાયલી સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે, હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફ તેમના હુમલામાં માર્યો ગયો છે. સેનાએ કહ્યું કે, ગાઝાના ખાન યુનિસમાં 13 જુલાઈના રોજ ફાઈટર જેટ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોત થયું હતું.
મોહમ્મદ દૈફના મૃત્યુના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા, પરંતુ આજે તેની પુષ્ટિ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર હમાસના ત્રણ મોટા નેતાઓ હતા જેમણે ઈઝરાયલ પર હુમલામાં મોટી ભૂમિકા ભજવી હતી. જેમાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયા, ગાઝાના વડા યાહ્યા સિનવાર અને લશ્કરી વડા મોહમ્મદ દૈફનો સમાવેશ થાય છે.
મોહમ્મદ દૈફ અને ઈસ્માઈલ હાનિયાના મૃત્યુ બાદ હવે હમાસમાં માત્ર યાહ્યા સિનવાર જ સૌથી મોટા નેતા બચ્યા છે. ઇઝરાયલે 7 વખત દૈફને મારવાનો પ્રયાસ કર્યો હતો, જો કે તે સફળ થયો ન હતો. તેના વારંવાર બચવાના કારણે, તેને '9 જીવ મેળવનાર બિલાડી' કહેવામાં આવતું હતું.
મોહમ્મદ દૈફ અને ઈસ્માઈલ હાનિયાના મૃત્યુ બાદ હવે હમાસમાં માત્ર યાહ્યા સિનવાર જ સૌથી મોટા નેતા બચ્યા છે. એક દિવસ પહેલાં 31 જુલાઈ (બુધવારે) હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયાની તહેરાનમાં હત્યા કરવામાં આવી હતી.