Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે બુધવારે વિશ્વભરમાં ‘જેવા સાથે તેવા’ (રેસિપ્રોકલ) ટેરિફની જાહેરાત કરશે. ટ્રમ્પ બુધવારે સાંજે 4 વાગ્યે ઇસ્ટર્ન ટાઇમ (ET) પર, રોઝ ગાર્ડનમાં 'મેક અમેરિકા વેલ્થી અગેઇન' કાર્યક્રમમાં ભાષણ આપશે. વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું. આ ઇવેન્ટમાં પારસ્પરિક ટેરિફ અંગે જાહેરાત કરવામાં આવશે.


વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટેરિફની જાહેરાત થયા પછી તરત જ તેનો અમલ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પે ઘણી વખત 2 એપ્રિલને અમેરિકાના મુક્તિ દિવસ એટલે કે લિબરેશન ડે તરીકે વર્ણવ્યો છે. આ દિવસે તેઓ ભારત સહિત અન્ય ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાના છે.

વાસ્તવમાં, ટેરિફ એક પ્રકારની બોર્ડર ફી અથવા ટેક્સ છે, જે કોઈપણ દેશ વિદેશથી આવતા માલ પર લાદે છે. આ કર આયાત કરતી કંપની પર લાદવામાં આવે છે. આમાં વધારો કે ઘટાડો કરીને દેશો એકબીજા સાથેના વેપારને નિયંત્રિત કરે છે.