Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્યની 54 હજાર કરતાં પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થશે. રાજ્યની શાળાઓમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું. 21 દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે. જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ જશે. આજથી 54 હજાર કરતા વધુ શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જવાનો છે. બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને 3મે સુધી એટલે કે 144 દિવસ સુધી ચાલવાનું છે.


અમદાવાદની 1800 શાળા 7 લાખ વિદ્યાર્થીઓથી ગુંજી ઊઠશે આજથી અમદાવાદમાં આવેલી ગુજરાત બોર્ડની સરકારી અને ખાનગી શાળાઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ પણ શરૂ જવાની છે. અમદાવાદ શહેરમાં 1800 કરતા પણ વધુ શાળાઓ આવેલી છે. જે 21 દિવસ દિવાળીના લાંબા વેકેશન બાદ 7 લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓથી ગુંજી ઊઠવાની છે. દિવાળી વેકેશન દરમિયાન 21 દિવસ ખાલી પડેલા શાળાઓના કેમ્પસ ફરી ધમધમતાં થવાના છે. જોકે, હવે શાળાઓમાં બીજું સત્ર આજથી 3મે સુધી ચાલવાનું છે. ત્યારબાદ 4 મેથી 7 જૂન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેવાનું છે.