Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે થોડા સમય પૂર્વે પકડેલો બાયોડીઝલનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્રે અગાઉ સીઝ કરેલો જથ્થો હોવાનો ફણગો ફૂટ્યા બાદ હવે અદાલતમાં નવો ધડાકો થયો છે અને તેના પગલે રાજકોટ જિલ્લાના ઇતિહાસમાં સેશન્સ કોર્ટ દ્વારા પ્રથમ વખત કલેક્ટરના બે હુકમ રદ કરી નાખવાનો ચુકાદો આપવામાં આવ્યો છે.રાજકોટ-અમદાવાદ હાઇવે પર 2021માં પુરવઠા તંત્રે સીઝ કરેલો રૂ.1.26 કરોડનો 2.10 લાખ લિટર બાયોડીઝલના જથ્થાના પ્રકરણમાં તત્કાલીન કલેક્ટર દ્વારા તે જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો હતો.


દરમિયાનમાં આ કેસમાં જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યસાત કરાયેલો જથ્થો બાયોડીઝલ ન હોવાનો એફએસએલ રિપોર્ટ આવતા અદાલતે બચાવ પક્ષની દલીલો ધ્યાનમાં લઇ રાજકોટ જિલ્લા કલેક્ટરના બાયોડીઝલનો જથ્થો રાજ્યસાત કરવાના બન્ને હુકમ રદ કરી નાખી વહીવટી તંત્રને મોટી ફટકાર લગાવી છે.

આ કેસની વિગત એવી છે કે રાજકોટ તાલુકાના માલિયાસણ ગામે આવેલી ભરત વશરામ રામાણીની મારુતિ પેટ્રોલિયમ નામની પેઢીમાંથી અને ધમલપર ખાતે રાજકોટ ઇન્ડસ્ટ્રિયલ પાર્કના પ્લોટ નં.76માં આવેલી દિપેશ હસમુખભાઇ મહેતાની બજરંગ ટ્રેડિંગમાં અનધિકૃત રીતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી, પુરવઠા નિરીક્ષકની ટીમે 17-08-2021ના રોજ રૂ.2.26 કરોડનો 2,10,000 લિટર બાયોડીઝલનો જથ્થો ઝડપી લીધો હતો અને બન્ને સ્થળોએથી ઝડપાયેલા બાયોડીઝલના કથિત જથ્થાને તા.4-7-2022ના રોજ રાજ્યસાત કરવા કલેક્ટરે હુકમ કર્યો હતો.

કલેક્ટરના ચુકાદાથી નારાજ ભરત રામાણી અને દિપેશ મહેતાએ સેશન્સ કોર્ટમાં હુકમ સ્થગિત કરવા અપીલ દાખલ કરી સ્ટેની માગણી કરતા કલેક્ટરના હુકમને સ્ટે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેસની ફાઇનલ દલીલો શરૂ થતા બચાવ પક્ષના વકીલ સુરેશ ફળદુએ દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે હાલના વેપારીઓને હેરાન કરવા અધિકારીઓ દ્વારા રેડ વખતે જે-જે ક્ષતિ બતાવવામાં આવી હતી.