હર્ષદ પટેલ ગુજરાત સૂર્યઊર્જા ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષ 2019-20માં 3631 મિલિયન યુનિટસ ઉત્પાદન સાથે દેશમાં છઠ્ઠા ક્રમે રહેલું ગુજરાત માત્ર ચાર વર્ષમાં 184 ટકાના વધારા સાથે વર્ષ 2022-23માં 10,335 મિલિયન યુનિટસ ઉત્પાદન સાથે ત્રીજા ક્રમે આવી ગયું છે. જે દેશમાં કુલ સૂર્યઊર્જાના 10% બરાબર છે. આ ચાર વર્ષના ગાળામાં સૂર્યઊર્જાનું ઉત્પાદન 6703 મિલિયન યુનિટસ વધ્યું છે.
આ પહેલાં રાજસ્થાન 34,474 મિલિયન યુનિટસ સાથે દેશમાં પ્રથમ અને કર્ણાટક 14,153 મિલિયન યુનિટસ સાથે બીજા ક્રમે છે. વર્ષ 2020-21માં ગુજરાત 4633 મિલિયન યુનિટસ સાથે દેશમાં છઠ્ઠા ક્રમે હતું, તે પછીના વર્ષ 2021-22માં 6,674 મિલિયન યુનિટસના ઉત્પાદન સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. નોંધનીય છે કે, ગુજરાત કર્કવૃત રેખા પર આવેલું હોઈ સૂર્યપ્રકાશ પ્રમાણમાં અન્ય રાજ્યો કરતાં વધુ મળે છે. બીજી તરફ, પાવર સેક્ટરમાં ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરવાના ભાગરૂપે સૂર્ય ઊર્જા ઉત્પાદન પર વિશેષ ભાર અપાઈ રહ્યો છે. તાજેતરમાં વડાપ્રધાને જાહેર કરેલી પીએમ સૂર્યઘર નામે રૂ.75 હજાર કરોડની યોજના તેનો જ એક ભાગ છે. ક્રમ વર્ષ 2019-20 1. કર્ણાટક 11,221 2. રાજસ્થાન 7,776 3. તેલંગાણા 6,263 4. આંધ્રપ્રદેશ 5,855 5. તમિલનાડ 4,946 દેશમાં કુલ 50,131 (આંકડા : મિલિયન યુનિટસ, સ્ત્રોત : રાજ્યસભા)
ગુજરાતમાં સૂર્ય ઊર્જા ઉત્પાદન વર્ષ મિલિયન યુનિટસ 2019-20 3631.86 2020-21 4633.81 2021-22 6774.50 2022-23 10335.32