Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જેટકો દ્વારા વિદ્યુત સહાયકના ઓર્ડર આપવાના સમયે જ ભરતી પ્રક્રિયા રદ કરી દેતાં 1224 ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ લેવા જેટકોના સત્તાધીશો સામે ધરણાં પ્રદર્શન કર્યું હતું. આખરે સત્તાધીશોએ પોલ ટેસ્ટ લેવાની જાહેરાત કરાઈ હતી. ગત વખતે લેખિત પરીક્ષા ચૂકી ગયેલા 430 ઉમેદવાર પોલ ટેસ્ટ પાસ કરશે તો પાસ થયેલાની પરીક્ષા લેવાશે.


વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરી હતી. કેટલાક ઉમેદવારે જેટકો કચેરીને રજૂઆત કરી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા હેઠળની વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટની પ્રક્રિયામાં માર્ગદર્શિકાને અનુસરાઈ નહોતી. જે પરત્વે કમિટી દ્વારા તપાસ કરતાં ક્ષતિ ધ્યાને આવી હતી. જેથી ઉમેદવારોના મેડિકલ ટેસ્ટ બાદ ભરતી પ્રક્રિયા રદ કરાઈ હતી. જેથી ઉમેદવારોએ વિરોધ કરતાં જેટકોએ ફકત પોલ ટેસ્ટ લેવા નિર્ણય કર્યો હતો. ગત વખતે 6400 ઉમેદવારો નોંધાયેલા, જેમાંથી 5700 હાજર રહ્યા હતા અને 430 નાપાસ થયા હતા.

પોલ ટેસ્ટનું વીડિયો શૂટિંગ પણ કરાયું
જેટકોનાં સૂત્રોએ જણાવ્યું કે, ગત વખતે એક્ઝિક્યૂટિવ કક્ષાના એન્જિનિયરની હાજરીમાં પોલ ટેસ્ટ થયો હતો, જેના પગલે બેદરકારીનો આરોપ મુકાતાં આ વખતે સુપરિન્ટેન્ડેન્ટ ઇજનેરની હાજરીમાં પોલ ટેસ્ટ કરાયો હતો. ઉપરાંત પોલ ટેસ્ટનું વીડિયો શૂટિંગ કરાયું હતું અને ટેસ્ટ સ્થળે પોલ ટેસ્ટના લાઈવ સ્ક્રીન પણ મૂકાયાં હતાં. પોલ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ પોલ ટેસ્ટનો ડેમો પણ વાઈરલ કરવામાં આવ્યો હતો.