Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થવા સાથે પાકને અનુકુળ વરસાદ થતા ખાંડનું ઉત્પાદન વર્ષ 2022-23ની માર્કેટિંગ સીઝન દરમિયાન 2 ટકા વધીને 365 લાખ ટન રહેવાનું અનુમાન ઇસ્માએ દર્શાવ્યો છે. આ મહિનાની શરૂઆતથી માર્કેટિંગ સીઝનની શરૂઆત થઇ છે. દેશમાં 2021-22ની માર્કેટિંગ સીઝન દરમિયાન ખાંડનું ઉત્પાદન 35.8 મિલિયન ટન નોંધાયું હતું. તે ઑક્ટોબર-સપ્ટેમ્બરની સીઝન હતી.

ઇથેનોલ માટે વધુ ડાયવર્ઝન છતાં ઉત્પાદનમાં વૃદ્વિને કારણે આ સીઝન દરમિયાન ખાંડની નિકાસ 9 મિલિયન ટનની આસપાસ રહેવાની ધારણા ISMAએ વ્યક્ત કરી હતી. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ISMA) અનુસાર, શેરડીના રસ, સિરપ અને મોલાસિસને ઇથેનોલમાં ફેરવવાને કારણે ખાંડના ઉત્પાદનમાં 45 લાખ ટનના ઘટાડા બાદ 2022-23માં ખાંડનું ઉત્પાદન 36.5 મિલિયન ટનની આસપાસ રહેવાની સંભાવના છે.

માર્કેટિંગ સીઝન 2022-23માં ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 12.3 મિલિયન ટન, મહારાષ્ટ્રમાં 15 મિલિયન ટન અને કર્ણાટકમાં 7 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. 12 ટકા સંમિશ્રણનો લક્ષ્યાંક હાંસલ થવાની ધારણા હોવાથી ઇથેનોલના ઉત્પાદન માટે ખાંડનું ડાયવર્ઝન 32 ટકા વધીને 45 લાખ ટન રહેવાનો અંદાજ છે. જે 2021-22ની સીઝનમાં 34 લાખ ટન થયું હતું.