બ્રિટનમાં ગુરુવારે (4 જુલાઈ) સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું. અહીં શુક્રવારે સવારે દેશભરના લગભગ 40 હજાર મતદાન કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. કીર સ્ટારમરની લેબર પાર્ટીએ પણ 2 સીટો જીતી છે.
મતદાન પૂર્ણ થયા બાદ રાત્રે લગભગ 3 વાગે એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભારતવંશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આગાહી કરવામાં આવી છે.
બીબીસી પર પ્રકાશિત થયેલા મતદાનના પરિણામોમાં લેબર પાર્ટીને 650માંથી 410 બેઠકો મળવાની ધારણા છે. તે જ સમયે, ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 131 સીટો મળી શકે છે.
બ્રિટનમાં ગુરુવારે બેલેટ પેપર દ્વારા મતદાન થયું હતું. સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીએ ઓછામાં ઓછી 326 સીટો જીતવી પડશે.